સહાબાઓ માંથી એક જૂથ આપ ﷺ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે અમે અમારા દિલોમાં ખૂબ જ મોટી વાત અનુભવીએ છીએ, જેને અમે તેની દુષ્ટતાના કારણે અમારી જબાન પર લાવી નથી શકતા, તે વિષે નબી ﷺ ને સવાલ કર્યો, આપ ﷺએ તેમને પૂછ્યું: શું ખરેખર વાત આવી જ છે? જો વાત આવી જ હોય તો જાણી લો કે આ જ તો સાચું ઈમાન અને યકીન છે, જે કઈ શૈતાન તમારા દિલોમાં નાખે છે, તેનાથી તમે લોકો પીઠ ફેરવી રહ્યા છો, અને તેને જબાન પર પણ લાવી નથી શકતા, જાણવા મળ્યું કે શૈતાને તમારા દિલો પર કાબુ નથી મેળવ્યો, તેના વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ શૈતાન જે વાતો દિલમાં નાખે છે અને તેનાથી ન રુકે તો એનો મતલબ એ થશે કે શૈતાને તેના દિલ પર કાબુ મેળવી લીધો છે.