સહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મને બીજાને પૂછવાની જરૂર ન પડે? નબી ﷺ એ કહ્યું: કહો: હું અલ્લાહને એક જ માનું છું તેના પર ઈમાન લાવું છું કે તે મારો પાલનહાર છે, મારો ઇલાહ છે, મારુ સર્જન કરનાર છે, તે જ સાચો ઈબાદતનો હક ધરાવે છે, તેનો કોઈ ભાગીદાર નથી, પછી તે તેની ઈતાઅત કરતા, અલ્લાહના ફર્ઝ અમલ પર અડગ રહે છે અને તેણે રોકેલા હરામ કામોથી તે બચીને રહે છે.