એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને કહે છે: હે અલ્લાહના રસૂલ ! અમારા માંથી કોઈના દિલમાં એવા વસ્વસા આવે છે કે જેને વર્ણન કરવું ઘણી મોટી બાબત છે, એ વાત વર્ણન કરવા કરતા કોલસો બની જવું વધુ સારું રહેશે, અલ્લાહના રસૂલ ﷺ એ બે વખત અલ્લાહ તઆલાની મહાનતા વર્ણન કરી અને અલ્લાહ તઆલાની પ્રશંસા કરી કે તેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપ્યું.