એક વયક્તિએ નબી ﷺ ને બે લક્ષણો વિષે સવાલ કાર્યો, જેમાંથી એક જે જન્નતમાં દાખલ થવાનું કારણ છે અને બીજુ એ કે જે જહન્નમમાં જવાનું કારણ છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ તે સ્થિતિમાં થાય કે તે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવતો હોય તો આ કારણ તેને જન્નતમાં દાખલ કરશે, અને બીજું લક્ષણ જે જહન્નમમાં જવાનું કારણ બનશે તે એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હશે અથવા તે અલ્લાહના પાલનહાર હોવામાં અને તેની ઈબાદતમાં અને તે નામો અને ગુણોમાં કોઈને ભાગીદાર બનાવતો હોય.