આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર માનવજાતિ માંથી મારી કોમન એક વ્યક્તિને પસંદ કરશે, તેનો હિસાબ લેવા માટે તેને બોલાવવામાં આવશે, નવ્વાણું રજીસ્ટરો જે તેના ગુનાહોથી ભરેલા હશે, જે ગુનાહો તેણે દુનિયામાં કર્યા હશે, તેની સમક્ષ રજૂ કરવામાં આવશે, અને દરેક રજીસ્ટર ત્યાં સુધી ફેલાયેલું હશે, જ્યાં સુધી તેની નજર જશે, ફરી અલ્લાહ તઆલાએ તે વ્યક્તિને કહેશે: શું તું આ રજીસ્ટરોમાં જે કઈ પણ લખેલું છે તેનો ઇન્કાર કરે છે? શું મારા ફરિશ્તાઓએ તારા ગુનાહ લખવા બાબતે કોઈ જુલમ કર્યો છે? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર. ફરી સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા તેને કહેશે: શું તારી પાસે કોઇ એવું કાર્ય છે, જે તે દુનિયામાં ભૂલચૂક અથવા અજ્ઞાનતામાં કર્યું હોઇ? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર મારી પાસે કોઈ એવું કાર્ય નથી. ફરી અલ્લાહ કહેશે : કેમ નહીં, અમારી પાસે તારી એક નેકી છે, આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. અલ્લાહ તઆલા કહેશે: કાગળનો એક ટુકડો કાઢવામાં આવે, જેમાં લખ્યું હશે: હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે. ફરી અલ્લાહ તઆલા કહેશે: આ વ્યક્તિ માટે ત્રાજવું લાવવામાં આવે. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: હે મારા પાલનહાર ! આ કાગળનું આ રજીસ્ટરો સામે કેવી રીતે વજન થશે?! ફરી અલ્લાહ તઆલા કહેશે: તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. ફરી અલ્લાહ તઆલા કહેશે: દરેક રજીસ્ટરો એક ત્રાજવામાં મૂકવામાં આવે, અને આ કાગળ બીજા ત્રાજવામાં મૂકવામાં આવે, તો રજીસ્ટરો વાળું ત્રાજવું ઊંચું થઈ જશે અને કાગળ વાળું ત્રાજવું નમી પડશે, તો અલ્લાહ તેને માફ કરી દે શે.