આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે તેમની પાસે હોઝ હશે, જેની લંબાઈ એક મહિનાના સફરના અંતર બરાબર હશે અને પહોળાઈ પણ એજ પ્રમાણે હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ હશે, તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) ની સુગંધ કરતા પણ વધુ સુગંધિત હશે, અને ત્યાંના જગ આકાશના તારાઓની જેમ અગણિત હશે, જે વ્યક્તિ તે પ્યાલાઓ માંથી એકવાર પાણી પી લેશે તો તે ક્યારેય તરસ્યો નહીં થાય.