હુદૈબિયહમાં આપ ﷺ એ સવારની નમાઝ પઢાવી, હુદૈબિયહ મક્કાની નજીક એક ઇલાકાનું નામ છે, ત્યાં રાતના સમયે વરસાદ પડ્યો હતો, નબી ﷺ જ્યારે સલામ ફેરવી અને નમાઝથી ફરીગ થયા, પછી આપ ﷺ એ લોકો તરફ ચહેરો કર્યો અને કહ્યું: શું તમે જાણો છો કે તમારા પાલનહારે મને શું કહ્યું છે? તેમણે જવાબ આપ્યો: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું કે જ્યારે વરસાદ પડે છે, તે સમયે લોકો બે ભાગમાં વહેચાઈ થઈ જાય છે: અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન અને બીજા અલ્લાહનો ઇન્કાર કરનાર કાફિર; જે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ વરસ્યો છે, અને તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયા અલ્લાહ તરફ દોરી, તો તે પેદા કરનાર અને સૃષ્ટિની વ્યવસ્થા કરનાર અલ્લાહ પર ઈમાન ધરાવનાર મોમિન બંદો ગણાશે, અને તારાઓનો ઇન્કાર કરનાર બંદો ગણાશે. અને જે વ્યક્તિએ કહ્યું: ફલાણા તારાની ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ વરસ્યો છે, તો તે અલ્લાહનો ઇન્કાર કરવાવાળો કાફિર બંદો, તારાઓને માનવાવાળો બંદો ગણાશે; કારણકે તે વ્યક્તિએ વરસાદની પ્રક્રિયાને તારાઓ તરફ દોરી અને તે કુફ્રે અસગર ગણાશે, જો કે અલ્લાહ તઆલા એ તારાઓને ન તો વરસાદ વરસવાનું કારણ બનાવ્યા છે ન તો તકદીરનું, અને જે વ્યક્તિ વરસાદ તેમજ અન્ય જમીન પર થનારી ઘટનાઓને કોઈ તારાઓના તૂટવા પર અથવા કોઈ તારાને છુપાઈ જવા પર ભરોસો કરશે અને જો તે એવું માનશે કે ખરેખર કર્તા તો આ જ છે, તો તે કુફ્રે અકબર ગણાશે.