આપ ﷺ એ જણાવ્યું: અલ્લાહ તઆલા ઇસ્લામ માટે સાચા માર્ગનું એક ઉદાહરણ વર્ણન કરે છે, જેમાં કોઈ ખોટો તેમજ વિકૃત માર્ગ નથી, તે માર્ગની બન્ને બાજુ સિમાઓ બનેલી છે અથવા બે દીવાલો બનેલી છે, જેણે ચારેય તરફથી ઘેરાવ કરેલો છે, તે બન્ને અલ્લાહ એ નક્કી કરેલ હદ છે, તે બન્ને દીવાલોમાં ખુલ્લા દરવાજા છે, જે અલ્લાહ તઆલા એ રોકેલ કાર્યો છે, અને તે દરવાજા પર પડદા પડેલા છે, જેના કારણે માર્ગ પર ચાલવાવાળાને અંદરની વસ્તુ નથી દેખાતી, અને માર્ગની શરૂઆતમાં એક શુભેચ્છુક બેઠેલો છે, જે તમને સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યો છે, અને કહી રહ્યો છે કે આ તરફ ચાલો, આજુબાજુ ધ્યાન કરી ન ચાલશો, અને આ પોકારવાવાળો અલ્લાહની કિતાબ કુરઆન છે, અને એક બીજો પોકારવાવાળો જે રસ્તાની ઉપર બેઠો છે, અને જ્યારે પણ માર્ગ પર ચાલવાવાળાએ સહેજ પડદો ઉઠાવી તેમાં ઝાકવાનો પ્રયત્ન કર્યો, અને પડદો ઉઠાવવાની કોશિશ કરી તો તરત જ તેણે સચેત કરતા કહ્યું: તમારા માટે નષ્ટતા છે, આ પડદો ન ખોલશો અને જો તમે ખોલશો તો તમે અંદર દાખલ થઈ જશો અને તમે પોતાને અંદર દાખલ થવાથી રોકી નહીંશકો, આ શુભેચ્છુક મુસલમાન મોમિનના દિલમાં હોય છે, જે અલ્લાહ તરફથી નસીહત કરનાર છે.