અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સતત એ વાતની દુઆ કરતાં હતા કે અલ્લાહ તેમને દીન અને અનુસરણ કરવા પર અડગ રાખે, તેમજ દુષ્ટ કાર્યો અને ગુમરાહીથી દૂર રાખે, અનસ રઝીઅલ્લાહુ અન્હુને આ દુઆ બાબતે ખૂબ આશ્ચર્ય થયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ જ કેમ કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને જણાવ્યું કે દિલો અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે હોય છે, તે જે પ્રમાણે ઈચ્છે, તેને ફેરાવી દે છે, દિલ એ ઇમાન અને કુફ્ર માટેની જગ્યા છે, અરબી ભાષામાં કલ્બ એટલા માટે જ કહેવામાં આવે છે કે તે ઘણી વખત ઉલટફેર થાય છે; કારણકે તે વધારે ઉલટફેર થતું હોય, તો ખૂબ ચિંતાની વાત છે, બસ અલ્લાહ તઆલા જેના પ્રત્યે ઈચ્છે તેના દિલને હિદાયત પર અડગ રાખશે અને દીન પર જમાવી દેશે અને જેના પ્રત્યે ઇચ્છશે તો તેના દિલને હિદાયતના માર્ગથી દુર કરી ગુમરાહી અને પથભ્રષ્ટતા તરફ ફેરવી દેશે.