આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક ભાગીદારોના શિર્કથી પવિત્ર છું, અને અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ છે, જ્યારે માનવી કોઈ નેકીનું કાર્ય અલ્લાહ અને બીજા માટે કરે છે તો અલ્લાહ તેને કબૂલ નથી કરતો, પરંતુ તે કાર્યને બીજા ભાગીદાર તરફ ફેરવી દે છે; કારણકે કે કોઈ પણ કાર્ય કરતી વખતે ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ જ હોવી જોઈએ, કારણકે તે પવિત્ર છે, અને તે તેજ કાર્ય સ્વીકારે છે, જે ફક્ત તેની જ પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હોઇ.