પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓ ને પૂછ્યું: શું હું તમને ઘણા નફિલ રોઝા, નમાઝ અને સદકા વિષે ન જણાવું જે સવાબમાં તેના કરતાં વધુ છે, લોકોએ કહ્યું: હા જરૂર જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વિવાદિત સમુદાય વચ્ચે સમાધાન કરાવવું, જ્યાં ઝઘડો લોકો વચ્ચે વિભાજન, દ્વેષ અને વિવાદ તરફ દોરી જતો હોય; કારણકે તેમની વચ્ચે સંબંધ ખરાબ થવાના કારણે ઉત્પન્ન થનારી નફરત એક એવી ખામી છે જે દીન અને દુનિયા બંનેને નષ્ટ કરી દે છે, જેમ કે રેઝર વાળને ખત્મ કરી દે છે.