આ હદીષમાં નબી ﷺ આપણને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એવી બાબતોમાં જે ફક્ત અલ્લાહ માટે જ હોવી જોઈએ તેમાં અન્યને ભાગીદાર સમજે, જેવું કે અલ્લાહને છોડીને અન્ય પાસે દુઆ કરવી, મદદ માંગવી વગેરે, અને તે જો આ સ્થિતિ પર જ મૃત્યુ પામશે તો તે જહન્નમી લોકો માંથી હશે. અને અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ વધારો કર્યો કે જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહીં હોય તો તે જન્નત દાખલ થશે.