આયશા રઝી અલ્લાહુ અન્હા અને ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંનેએ અમને જણાવ્યું, તે બંને નબી ﷺ ના મૃત્યુના સમયે તેમની પાસે હાજર હતા, અને આપ પોતાના ચહેરા પર કપડાનો ટુકડો રાખતા, અને જો મૃત્યની તકલીફના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જતું, તો આપ ચહેરા પરથી તે કપડાંને હટાવી દેતા, આવી સખત પરિસ્થિતિમાં પણ નબી ﷺ એ કહ્યું: યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય અને તેઓ અલ્લાહની રહેમતથી દુર થઇ જાય, એટલા માટે કે તેઓએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી દીધું, જો આ ગુનાહની ગંભીરતા ન હોત તો નબી ﷺ એ આ પરિસ્થિતિમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો ન હોત, એટલા માટે નબી ﷺ એ પોતાની કોમને આ પ્રમાણે કરવાથી રોક્યા છે, કારણકે આ યહૂદી અને નસ્રાનીઓનો તરીકો છે, જે અલ્લાહ સાથે શિર્કનું સૌથી મોટી કારણ બની શકે છે.