આ હદીષમાં અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે અને તે અલ્લાહ સાથે તૌહીદની સ્થિતિમાં મુલાકાત કરશે અને અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવ્યો નહીં હોય, તો તે જન્નતી લોકો માંથી હશે, ભલેને તેના પાપોની સજા જહન્નમ કેમ ન હોય, એવી જ રીતે જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવી મૃત્યુ પામશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે, અને તેના માટે જન્નત હરામ થઈ જશે.