નબી ﷺ ને તે લોકો વિશે પૂછવામાં આવ્યું, જેઓ ભવિષ્યમાં થનારી કેટલીક વાતો જણાવતા હતા, તો નબી ﷺ એ કહ્યું: તેમની ફિકર ન કરો, તેમની વાતોને સાચી ન માનો અને તેમના આદેશો મુજબ અમલ ન કરો. આ સાંભળી સહાબાઓએ કહ્યું: તેમની વાતો ક્યારેક ક્યારેક સાચી થઈ જાય છે, જેવું કે તેઓ ગેબ વિશે જણાવતા હોય છે કે આ મહિનામાં આ વસ્તુ થશે, આ દિવસે આ પ્રમાણે થશે, તો તે થઈ જાય છે. તો નબી ﷺ એ જણાવ્યું કે જિન આકાશની ખબરો માંથી અમુક વાતો જાણી લે છે, અને તે જિન પોતાના જ્યોતિષ દોસ્ત પાસે આવી તેને કાનમાં કહી દે છે, ફરી તે જ્યોતિષ જિને કહેલી વાતોમાં સો જૂઠી વાતો ઉમેરો કરે છે.