આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અજ્ઞાનતાના કાળમાં લોકો એવો અકીદો ધરાવતા હતા કે બીમારી અલ્લાહના આદેશ વગર એક માથી બીજામાં જાય છે, અને અપશુકન લાગવું એ બાતેલ (અયોગ્ય) છે, અને તે એ કે પક્ષીઓ, જાનવરો, અપંગ લોકો, સંખ્યાઓ, દિવસો અથવા કોઈ પણ વસ્તુમાં માયૂસ (નિરાશાજનક) સમજવું, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ ઉડતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજી, તે કાર્ય છોડી દેતા. ફરી નબી ﷺ એ જણાવ્યું કે મને શુકન લેવું સારું લાગે છે, તે એ કે માનવી ખુશીના સમયે સારા શબ્દો કહે છે, અને તેના દ્વારા તો પોતાના પાલનહાર પાસે સારી ઉમ્મીદ રાખે છે.