નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના કેટલાક સહાબાઓના જૂથ સાથે બેઠા હતા, જેમાં અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા પણ હતા, અચાનક નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની વચ્ચેથી ઊભા થઈ જતાં રહ્યા, અને ઘણી વાર સુધી પરત ન ફર્યા, તો લોકો ભયભીત થઈ ગયા કે કોઈ દુશ્મન તેમને કોઈ નુકસાન ન પહોંચાડે, અથવા તેમને ઘરપકડ ન કરી લે વગેરે.. સ્વભાવિક છે કે આ સમયે સહાબા ઘભરાઈને આજુબાજુ ઢુંડવા નીકળી જાય, તેમાં સૌ પ્રથમ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ હતા, તેઓ શોધતા શોધતા બનૂ નજ્જારના એક બગીચા સુધી પહોંચી ગયા, અને તેની ચારો તરફ ચક્કર લગાવવા લાગ્યા જેથી તેમને કોઈ ખુલ્લો દ્વાર મળી જાય, પરંતુ તેમને દરવાજો ન મળ્યો, પરંતુ તેમને એક દીવાલમાં એક નાનું પરનાળુ દેખાઈ જેમાંથી પાણી જતું હતું, તો તેમણે પોતાના શરીરને સંકોચી લીધું અહીં સુધી કે તે અંદર દાખલ થઈ ગયા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને મળી ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અબૂ હુરૈરહ તમે? અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હાં, હું. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે અહીંયા શું કરી રહ્યા છો? અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમે અમારી વચ્ચે બેઠા હતા, અને અચાનક ઊભા થઈ જતાં રહ્યા, અને અમારી પાસે પાછા આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ, તો અમે ભયભીત થઈ ગયા કે તમને અમારી પાસે આવવાથી રોકી ન દીધા હોય, એટલા માટે અમે સૌ આપને શોધવા માટે નીકળી ગયા, અને સૌથી પહેલા હું જ નીકળ્યો હતો, હું આ બગીચા સુધી પહોંચી ગયો, અને શિયાળની માફક પોતાને સંકોચીને અંદર આવી ગયો, અને લોકો મારી પાછળ છે. આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને તેમના સત્ય હોવાની નિશાની રૂપે પોતાના પવિત્ર ચપ્પલ આપ્યા, અને તેમને કહ્યું: મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, તમને આ દીવાલની પાછળ જે કોઈ પણ મળે અને સાચા દિલથી તે વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, તેને જન્નતની શુબસૂચના આપી દો. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નીકળ્યા, તો સૌથી પહેલા તેમને ઉમર રઝી અલ્લાહુ અન્હુ મળ્યા, તેમણે પૂછ્યું: હે અબૂ હુરૈરહ! આ બન્ને ચપ્પલ કોના છે? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: આ બંને ચપ્પલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, તેમણે પોતાના ચપ્પલ આપી મને તે કામ માટે મોકલ્યો છે કે જે વ્યક્તિ પણ મને સાચા દિલથી એ વાતની સાક્ષી આપતા મળે કે અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, તેને હું જન્નતની શુભસૂચના આપી દઉં. અ સાંભળી ઉમર રઝી અલ્લાહુ અન્હુએ અબૂ હુરૈરહની છાતી પર એવી રીતે મુક્કો માર્યો કે તે નિતંબ પર પડી ગયા, અને કહ્યું: પાછા જાઓ હે અબૂ હુરૈરહ!, જેથી હું ભયભીત થઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પાછો આવ્યો, બદલાયેલ ચહેરા સાથે, અને રડવાનો જ હતો કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ મારી પાછળ પાછળ આવ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! શું વાત છે? મેં કહ્યું: હું ઉમર રઝી અલ્લાહુ અન્હુને મળ્યો અને તેમને જણાવ્યું કે મને તમે શું આદેશ આપી મોકલ્યો છે, પરંતુ તેમણે મારી છાતી પર એવો માર માર્યો કે જેના કારણે હું નિતંબ પર પડી ગયો, અને મને કહ્યું: પાછા જાઓ. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે ઉમર! તમે જે કઈ કર્યું તે કરવા પર તમને કઈ વસ્તુએ મજબૂર કર્યા? ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, શું તમે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુને પોતાના ચપ્પલ આપી મોકલ્યા કે તે વ્યક્તિને શુભસૂચના આપી દે, જે પોતાના સાચા દિલથી એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હાં. ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમે આમ ન કરો, મને ભય છે કે લોકો આ વાત પર જ ભરોસો કરી લેશે, અને અમલ નહીં કરે, તેથી લોકોને અમલ કરવા માટે છોડી દો. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમને અમલ કરવા માટે છોડી દો.