ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને જણાવ્યું કે જ્યારે તેઓ હબશા શહેરમાં હતા તો તેમણે એક ચર્ચ જોયું -જેને મારિયહ કહેવામાં આવતું હતું- જેમાં મૂર્તિઓ, પથ્થરો, અને અલગ લગ પ્રકારના ચિત્રો હતા, આ જોઈ તેમને આશ્ચર્ય થયું! તો નબી ﷺ એ આ મૂર્તિઓનું કારણ જણાવ્યું; અને કહ્યું: જ્યારે તેમના માંથી નેક લોકો મૃત્યુ પામતા, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી દેતા, અને તેઓ ત્યાં નમાઝ પઢતા અને તેમાં આ મૂર્તિઓ લગાવી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તેઓ અલ્લાહની મખલૂક (સર્જન) માંથી સૌથી ખરાબ લોકો છે; કારણકે તેમનો આ અમલ તેમને શિર્ક તરફ લઈ જાય છે.