explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ હિદાયત અને માર્ગદર્શન વિના ઉગ્રવાદીઓની નિરાશા અને હતાશા વિષે જણાવ્યું, કે તેઓએ પોતાના દીની અને દુન્યવી વાતો અને કાર્યોમાં શરીઅતની હદ વટાવી દીધી, જે શરીઅત નબી ﷺ લઈને આવ્યા હતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • દરેક કાર્યોમાં સખ્તી કરવી હરામ છે, અને તેનાથી બચવું જોઈએ ખાસ કરીને ઈબાદત અને નેક લોકોની પ્રસંશા બાબતે.
  • ઈબાદત અને અન્ય બાબતોમાં જે સૌથી શ્રેષ્ઠ છે તેને શોધવું પ્રશંસનીય કાર્ય છે, પરંતુ તેમાં પણ શરીઅતનું અનુસરણ કરવું જરૂરી છે.
  • કોઇ પણ મહત્વ પૂર્ણ વાતમાં ભાર મુકવો જાઈઝ છે; કારણકે નબી ﷺ એ એક જ વાત ત્રણ વખત વર્ણન કરી.
  • ઈસ્લામ એક સરળ અને ઉદાર દીન છે.