આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે ઘરમાં કૂતરું અથવા કોઈ જીવિત વ્યક્તિનું ચિત્ર હોય, તે ઘરમાં રહેમતના ફરિશ્તાઓ દાખલ થતાં નથી; કારણકે કોઈ વસ્તુનું ચિત્ર જેમાં જીવ હોય: તે એક ભયાનક ગુનોહ છે, તે અલ્લાહના સર્જન કરવાના ગુણની સરખામણી અને શિર્કનો સ્ત્રોત છે, અને તેમાં કેટલાક એવા પણ ચિત્રો હોય છે, જેની અલ્લાહને છોડીને ઈબાદત કરવામાં આવે છે, અને ઘરમાં કૂતરું ના રાખવાનું કારણ: તે ખૂબ જ ગંદકી ખાઈ છે, અને તેમાંથી કેટલાકને શૈતાન પણ કહેવામાં આવે છે, અને ફરિશ્તાઓ શૈતાન વિરુદ્ધ છે, અને કુતરામાં દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોય છે, અને ફરિશ્તાઓ દુર્ગંધને પસંદ કરતાં નથી, એટલા માટે કુતરાઓને ઘરમાં રાખવાથી રોક્યા છે, બસ જે વ્યક્તિ કુતરાઓને ઘરમાં રાખે છે, તે ઘર ફરિશ્તાઓ દાખલ, થવા, તેમાં નમાઝ પઢવા, તૌબા કરવા અને તે ઘરમાં બરકત ઉતારવા અને શૈતાનની બુરાઈથી દૂર કરવા જેવા ફાયદાથી તે વંચિત થઈ જાય છે, અને તે રૂપે તેને સજા આપવામાં આવે છે.