નબી ﷺ એ એક મુસલમાનોને આ પ્રમાણેના શબ્દ કહેવાથી રોક્યા છે: "જે અલ્લાહ ઈચ્છે અને જે ફલાણો ઈચ્છે", અથવા જે અલ્લાહ એ ઈચ્છા કરી અને જે ફલાણા એ ઈચ્છા કરી; કારણકે ઈચ્છા અને ઇરાદો ફક્ત અલ્લાહનો જ હોય છે જેમાં તેનું કોઈ ભાગીદાર નથી, આ શબ્દમાં "વાવ (અને)" શબ્દનો ઉપયોગ એ જણાવે છે કે તે વ્યક્તિ અલ્લાહ સાથે ભાગીદાર છે, પરંતુ આમ કહેવું: જે અલ્લાહએ ઈચ્છા કરી, ફરી જેણે ઈચ્છા કરી, તો બંદાની ઈચ્છા પણ અલ્લાહની ઈચ્છા પ્રમાણે થઈ જશે, પોતાના શબ્દો માં "વાવ (અને) શબ્દનો ઉપયોગ કરવાના બદલામાં "ફરી" શબ્દનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ કાર્યનું બીજા કાર્ય પછી થવા પર આધારીત છે.