આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તમારા પૂર્વજોની કસમો ખાવા પર રોક લગાવી રહ્યો છે, જ્યારે તમને કસમ ખાવાની જરૂર પડે તો તમે અલ્લાહ સિવાય બીજા કોઈની કસમ ન ખાઓ, અને ન તેના સિવાય કોઈના નામની કસમ ન ખાઓ. ફરી ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે જ્યારથી મેં આ વાત નબી ﷺ દ્વારા સાંભળી છે, મેં ક્યારેય તેઓના નામની કસમો ખાધી નથી, ન તો મારા તરફથી, અને ન તો કોઈના માટે.