ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ જેઓ બદરના ઘુમસાન યુદ્ધમાં ભાગીદાર હતા, તેઓ પોતાની કોમના આગેવાન હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદદ કરવા માટે મિનામાં ઉકબાની રાત્રે આગળ આવ્યા હતા, તેના આગેવાન હતા, આ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદીનહ હિજરત પહેલાની છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓના જૂથ પાસે બેઠા હતા, આપે તેઓને બોલાવ્યા અને નીચે વર્ણવેલ કાર્યો પર બૈઅત કરવાનું કહ્યું: પહેલું: તેઓ અલ્લાહની ઈબાદત કરવામાં કોઈને ભાગીદાર નહીં બનાવે. બીજું: ચોરી નહીં કરે. ત્રીજું: ખરાબ કૃત્ય એટલે કે વ્યભિચાર નહીં કરે. ચોથું: પોતાના બાળકોનું કતલ નહીં કરે; બાળકોને લાચારીના ભયથી અને બાળકીઓને પોતાના શ્રેષ્ઠતા જવાના ભયથી. પાંચમું: જૂઠ્ઠું નહીં બોલે પોતાના હાથ અને પગને અલ્લાહના આદેશો વિરુદ્ધ નથી ઉપયોગ કરતા; કારણકે દરેક કાર્યોમાં બન્ને અંગનો સમાવેશ હોય છે, અન્ય અંગો શરીક હોય કે ન હોય. છઠ્ઠું: કોઈ પણ નેકીના કામોમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અવજ્ઞા નહીં કરે. જે કોઈ આ વાતો પર કાયમ રહેશે અને તેના પર અમલ કરશે તો તેનો બદલો અલ્લાહ પાસે છે, અને શિર્ક વગર બીજા ગુનાહ, જે ઉપર વર્ણન કરવામાં આવ્યા છે જો તે કરશે તો તેના પર હદ પુરી પાડવામાં આવશે અને તે હદ તેના માટે કફ્ફારો બની જશે અને ગુનોહ ખતમ થઈ જશે, અને જે વ્યક્તિ ઉપરોક્ત ગુનાહ માંથી કોઈ ગુનોહ કરે અને અલ્લાહ તેના ગુનાહને છુપાવશે તો તેની બાબત અલ્લાહના શિરે હશે, તે ઇચ્છશે તો માફ કરશે અને ઇચ્છશે તો સજા આપશે, દરેક હાજર સહાબાઓએ બૈઅત કરી.