આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનોહ કરી લે, ફરી તે સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ તૌબાની નિયતથી બે રકાઅત નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને, માફ કરી દે છે. ફરી નબી ﷺ એ આ આયત તિલાવત કરી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા} [આલિ ઇમરાન: ૧૩૫].