ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દુનિયા અને આખિરતમાં છૂટકારો પ્રાપ્ત કરવા બાબતે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે ત્રણ કામ કરો: પહેલું: પોતાની જુબાનને તે દરેક વસ્તુથી બચાવો જેમાં ભલાઈ ન હોય, દરેક પ્રકારની બુરાઈથી બચો અને સારી વાત સિવાય બીજું કઈ ન બોલો. બીજું: પોતાના ઘરમાં રહો, જેથી તમે એકાંતમાં અલ્લાહની ઈબાદત કરો, અને અલ્લાહના અનુસરણમાં વ્યસ્ત રહો, અને પોતાના ઘરમાં રહીને ફિતનાથી દૂર રહો. ત્રીજું: પોતાના ગુનાહો પર પસ્તાવો કરો, તૌબા કરો અને રડો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સહાબા રઝી અલ્લાહુ અન્હુમની નજાત અને છૂટકારાના માર્ગ વિષે જાણવાની ઉત્સુકતા.
  • દુનિયા અને આખિરતમાં નજાત મેળવવાના સ્ત્રોતનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • માનવીને એકાંતમાં રહેવા પર પ્રોત્સાહન, જો તે અન્યને ફાયદો પહોંચાડવામાં અસમર્થ હોય અથવા લોકો સાથે ઉઠવા બેસવાથી તેના દીન અને પ્રાણને નુકસાન પહોંચતું હોય તો.
  • ઘરમાં રહેવા પર પ્રોત્સાહન ખાસ કરીને ફિતનાના સમયે જેથી તેનાથી બચીને રહી શકીએ.