કેટલાક લોકો સહાબા માંથી એક સહાબી પાસે આપ ﷺ ના મિંબર વિશે સવાલ કરતા આવ્યા કે તે મીંબર શાના વડે બનાવવામાં આવ્યું છે? આ બાબતે તેઓ ઝઘડો કરવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા, સહાબીએ તેમને કહ્યું કે આપ ﷺ એ એક વ્યક્તિને અન્સારી સ્ત્રી પાસે મોકલ્યો જેમનો સેવક સુથાર હતો, અને કહ્યું: તમારા સેવકને કહો કે તે મારા માટે એક મીંબર બનાવી લાવે જેથી કરીને હું લોકો સામે અગત્યની વાતચીત કરવા માટે તેના પર બેસું, સ્ત્રીએ આપ ﷺ ની વાત માની અને પોતાના સેવકને આદેશ આપ્યો, એક ખાસ પ્રકારની આમલીનું ઝાડની લાકડી વડે મીંબર બનાવવાનો આદેશ આપ્યો, જ્યારે તે બની ગયું તો તેણીએ તે મિંબર આપ ﷺ પાસે મોકલ્યું, આપ ﷺ એ મસ્જિદમાં એક જગ્યા પર મુકવાનો આદેશ આપ્યો, પછી તેના પર આપ ﷺ એ નમાઝ પઢી, તેના પર તકબીર પઢી, અને તેના પર જ રુકૂઅ કર્યો, પછી મોઢું ફેરવ્યા વગર જ મીંબર પર થી સહેજ નીચે ઉતરી, મિંબરની નીચે સિજદો કર્યો, બીજી રકઅત પણ એવી જ રીતે પઢી, નમાઝ પઢી લોકો તરફ ધ્યાન કર્યું અને કહ્યું: હે લોકો ! આવું એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝનો તરીકો શીખી લો.