નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે બેઠકમાં આ દુઆ પઢતા હતા: اغفر لي رب اغفر لي،
અને તેને વારંવાર પઢતા હતા.
હે મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે: અર્થાત્ બંદો અલ્લાહ પાસે પોતાના ગુનાહની માફી અને તેની ખામીઓ પર પડદો તલબ કરી રહ્યો છે.
હદીષથી મળતા ફાયદા
ફર્ઝ અને નફીલ નમાઝમાં બંને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.
વારંવાર આ દુઆ પઢવી મુસ્તહબ છે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે. અને એકવાર તો પઢવી વાજિબ છે.