નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ દરમિયાન પોતાના હાથ ત્રણ જગ્યાએ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા હતા. પહેલી જગ્યા: જ્યારે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહી નમાઝ શરૂ કરતાં. બીજી જગ્યા: જ્યારે રુકૂઅમાં જવા માટે તકબીર (અલ્લાહુ અકબર) કહેતા. ત્રીજી જગ્યા: જ્યારે રુકૂઅ માંથી પોતાનું માથું ઉઠાવતા, અને કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)ત્યારે પણ પોતાના બંને હાથ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા. અને સિજદામાં જતી વખતે અને સિજદા માંથી ઊભા થતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.