નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહએ તેમને આદેશ આપ્યો છે કે નમાઝમાં સિજદો શરીરના સાત અંગો પર કરવામાં આવે; અને તે સાત અંગો આ પ્રમાણે છે: પહેલું: કપાળ: જે બન્ને આંખો અને નાકની ઉપર હોય છે, ત્યારબાદ નબી ﷺ એ નાક તરફ ઈશારો કર્યો, સ્પષ્ટતા કરતા કે નાક અને કપાળ સાત અંગો માંથી એક જ ગણવામાં આવશે, અને નાકને જમીન પર અડાડી દેવાની તાકીદ કરી. બીજો અને ત્રીજો અંગ: બન્ને હાથ. ચોથો અને પાંચમો અંગ: બન્ને ઘૂટણ. છઠ્ઠો અને સાતમો અંગ: બન્ને પગની આંગળીઓ. અને નબી ﷺ આપણને આદેશ આપ્યો કે આપણે સિજદો કરતી વખતે વાળ ન બાંધીએ અને ન તો કપડાં સમેટીએ, પરંતુ તેને તેની સ્થિતિમાં જ છોડી દઈએ અને સીધા જમીન પર સિજદો કરવા માટે પડીએ, અને અંગો વડે સિજદો કરીએ.