નબી ﷺ એ જણાવ્યું કે લોકો માંથી સૌથી મોટો ચોર જે પોતાની નમાઝમાં ચોરી કરતો હોય, એટલા માટે ક્યારેક તો ચોરી કરેલો માલ તેને દુનિયામાં ફાયદો પહોંચાડે છે, આવા ચોરની વિરુદ્ધ, આ તો પોતે પોતાના બદલા અને સવાબ માંથી ચોરી કરે છે, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે પોતાની નમાઝ માંથી કઈ રીતે ચોરી કરી શકે છે? આપ ﷺ એ કહ્યું કે તે રુકુઅ અને સિજદા બરાબર નથી કરતો, અર્થાત્ રુકૂઅ અને સિજદામાં અત્યંત ઉતાવળ કરે છે, જેના કારણે તે પૂરેપૂરા અને બરાબર નથી થઈ શકતા.