આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી ﷺ એ તે ખોરાકની હાજરીમાં નમાઝ પઢવાથી રોક્યા છે, જેના માટે મનમાં લાલસા હોય અને દિલ તેની તરફ જ લાગેલું હોય છે. એવી જ રીતે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય ત્યારે પણ નમાઝ પઢવાથી રોક્યા છે, કારણકે તે બંને શરીરને નુકસાનથી બચાવવામાં વ્યસ્ત હોય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નમાઝી માટે જરૂરી છે કે તે દરેક વસ્તુ જે તેને તેની નમાઝથી ગાફેલ કરી દે તેનાથી નમાઝ શરૂ કરતાં પહેલા બચીને રહે.
explain-icon

વધુ