અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લોકોને શું થઈ ગયું છે કે તેઓ નમાઝમાં પોતાની નજરો આકાશ તરફ ઉઠાવે છે», નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના વિષે સખત વાત કહી, અહીં સુધી કહ્યું: «તેઓ આમ કરવાથી રુકી જાય અન્યથા તેમની આંખોની દૃષ્ટિ છીનવી લેવામાં આવશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પોતાની આંખો નમાઝના સમયે આકાશ તરફ ઉઠાવવાથી સચેત કર્યા છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ ગંભીર અને સખત ઠપકો આપતા જણાવ્યું કે જે કોઈ પણ આમ કરશે, તેની આંખોની દૃષ્ટિ છીનવાઇ જશે, અને એટલી જડપી છીનવાઇ જશે કે તેને ખ્યાલ પણ નહીં આવે કે તે પોતાની દૃષ્ટિથી વંચિત થઈ ગયો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સત્ય વાત વર્ણન કરવાનો સારો અંદાજ, કે તેમણે આદેશોનું ઉલંઘન કરનાર લોકોને જાહેર ન કર્યા; કારણકે હેતુ સત્ય વાત પહોંચાડવાનો છે, તે પ્રાપ્ત થઈ ગયો; જે વિરોધીઓ વિષે છુપાવે છે અને તેમને વાત સ્વીકારવા તરફ આકર્ષિત કરે છે.
  • નમાઝમાં આકાશ તરફ આંખો ઉઠાવવાની પ્રતિબંધતા અને તેમના માટે સખત ચેતવણીનું વર્ણન.
  • ઔનુલ્ મઅબૂદમાં કહ્યું: નમાઝમાં આકાશ તરફ આંખો ઉઠાવવાની પ્રતિબંધતાનું કારણકે તે કિબલાની દિશા તરફથી હટી જશે, જેના કારણે તે નમાઝની યોગ્ય સ્થિતિથી દૂર થઈ જશે.
  • નમાઝમાં આંખો ઉઠાવવી તે યોગ્ય વિનમ્રતા વિરુદ્ધ છે.
  • નમાઝની મહત્ત્વતા, અને એ કે નમાઝ પઢનાર વ્યક્તિ એ અલ્લાહ સમક્ષ સંપૂર્ણ અદબ અને તેના યોગ્ય તરીકાનો ખયાલ રાખવો જોઈએ.