સાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ આપ ﷺ ને દેખાયા નહીં તો આપ ﷺ એ તેમના વિશે સવાલ કર્યો, એક વ્યક્તિએ કહ્યું કે હું તેમની જાણ આપને આપું છું, અને તેમના ગાયબ રહેવાનું કારણ પણ જણાવું છું, તેઓ તેમની પાસે ગયા તો જોયું કે તેઓ માથું ઝુકાવી પોતાના ઘરમાં ઉદાસ બેઠા છે, તેમણે તેમનો હાલ પૂછ્યો? સાબિતે કહ્યું કે કંઈ ઠીક નથી, કારણકે તેમનો અવાજ નબી ﷺ ની સામે બુલંદ હતો, અને અલ્લાહ તઆલાએ કહ્યું કે જો તમારો અવાજ નબીના અવાજથી ઉંચો થશે તો આ બાબત તમારા અમલને બાતેલ કરવાનું કારણ બનશે, અને તમે જહન્નમી લોકો માંથી થઈ જશો. તે વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યા અને સંપૂર્ણ મામલાની જાણ આપી, તો નબી ﷺ એ તે વ્યક્તિને ફરી મોકલ્યા અને સાબિત માટે એક ખુશખબર પણ મોકલાવી, કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતી લોકો માંથી છે, અને તેમનો અવાજ પ્રાકૃતિક રૂપે બુલંદ હતો, અને એટલા માટે કે તેઓ અલ્લાહના રસૂલ ﷺ ના પ્રવકતા હતા અને અન્સારના પણ.