આ હદીષમાં નબી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક જ સમયમાં ભેગી થનાર લોકોનું સૌથી શ્રેષ્ઠ જૂથ તે લોકોનું છે, જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં હતા, ત્યારબાદ તે મોમિનોનું જૂથ, જેઓ સહાબાના સમયમાં હતા, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સમય નથી જોયો, તેમના પછી તાબઇ લોકો અને ત્યારબાદ તેમના પછીના લોકો જેઓ તેમનું અનુસરણ કરતા હતા, અને રિવાયત કરનાર સહાબીને શંકા થઈ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચોથી સદીનું વર્ણન કર્યું હશે કે નહીં. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમના પછી એવા લોકો આવશે, જેઓ ખિયાનત કરતા હશે અને લોકો તેમના પર ભરોસો નહીં કરે, અને સવાલ કરતા પહેલા જ સાક્ષી આપી દેશે, નઝરો તો માનશે પરંતુ નઝરો પુરી નહીં કરે, વધારે ખાવાપીવાના કારણે તેમને મોટાપો લાગી આવશે.