મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર બેઠા હતા, નબી ﷺ એ તેમનું નામ લઈ ત્રણ વખત કહ્યું: હે મુઆઝ ! નબી ﷺ એ તેમણે ત્રણ વખત એટલા માટે સંબોધિત કર્યા કે આગળ જે વાત કહેવામાં આવી રહી છે તે મહત્વની છે. અને ત્રણેય વખત નબી ﷺ ને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ જવાબ આપ્યો: હું હાજર છું, હું તમારાથી ખુશ છું, હું તમને જવાબ આપી રહ્યો છું, હે અલ્લાહના રસૂલ ! અને તમારા જવાબ આપવા પર મને ખુશી થઈ રહી છે. નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ ગવાહી સાચા દિલથી આપે, જૂઠું બોલ્યા વગર, અને તે તેજ સ્થિતિમાં મૃત્યુ પામે તો જહન્નમની આગ તેના પર હરામ થઈ જશે. મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! લોકોને આ ખુશખબર જણાવી દઉં, જેથી લોકો ખુશ થાય અને લોકો આ સાંભળી રાજી થઈ જશે? નબી ﷺ ડરી ગયા કે ક્યાંક લોકો આ વાત પર જ ભરોસો ન કરી લે અને અમલ કરવાનું ઓછું ન કરી દે. તો મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ સુધી કોઈને આ વાત ન જણાવી, મૃત્યુના સમયે ઇલ્મ છુપાવવાના ગુનાહના કારણે જણાવી દીધી.