નબી ﷺ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા, તો જોયું કે તેઓએ નાની અલમારી પર એક પડદો લટકાવેલો છે, જેમાં જીવિત સર્જનના ચિત્રો છે, તો નબી ﷺ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે જેઓ અલ્લાહએ પેદા કરેલી જીવિત વસ્તુઓની સરખામણી કરે છે. આયશ રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: તો અમે તેના એક અથવા બે ઓશીકા બનાવી દીધા.