આપ ﷺ એ શિર્કના કાર્યો માંથી કેટલીક વસ્તુઓનું વર્ણન કર્યું; તેમાંથી: પહેલું: દમ કરવું (જંતર-મંતર) અર્થાત્ શિર્ક પર આધારિત એવી વાતો જેને વાંચી અજ્ઞાનતાના સામેના લોકો બીમારીથી સાજા થવા માટે દમ (જાડ ફૂંક) કરતાં હતા. બીજું: માળા અથવા તેના જેવી મોતિયો વાળી તાવીજ: જેને ખરાબ નજરથી બચાવવા માટે બાળકો અથવા ઢોર વગેરેના શરીર પર બાંધવામાં આવે છે. ત્રીજું: એવા જાદુઇ કાર્યો જે પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે ઉપયોગ થતો હોય છે. આ ત્રણેય કાર્યો શિર્ક છે, એટલા માટે કે નુકસાનને દૂર કરવા માટે આ વસ્તુને કારણ બનાવી લેવામાં આવ્યા છે, અને આ કોઈ શરીઅતમાં વર્ણવેલ કારણ નથી, અને ન તો કોઈ દેખીતું કારણ છે, જેનાથી અનુભવ લેવામાં આવ્યો હોય. શરીઅતના સ્તોત્ર જેવા કે કુરઆન પઢવું, અથવા તો એવી દવાઓ જેનો અનુભવ થયો હોય, તો તે વસ્તુઓ જાઈઝ છે, આ બન્ને સ્ત્રોત છે, પરંતુ એ ભરોસો અને ઈમાન ધરાવતા કે ફાયદો પહોંચાડવાની ક્ષમતા અને નુકસાનથી બચાવવા માટેની ક્ષમતા ફક્ત અલ્લાહના હાથમાંજ છે.