ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બીમારની ખબરગીરી માટે જતા તો આ દુઆ પઢતા હતા: હે અલ્લાહ! ("અઝ્હિબ" ખતમ કર) છુટકારો આપ ("અલ્ બઅસ" તકલીફ) બીમારીની સખતી ("રબ્બિન્ નાસ" લોકોના પાલનહાર) સર્જનનો રબ અને તેમનો વ્યવસ્થાપક, ("વશ્ફિ" તું શિફા આપ) આ બીમારીથી ("અન્તશ" તું જ) તું દરેક ખામીઓથી પાક છે, (" શાફી" તું શિફા આપનાર છે) હું તારા પવિત્ર નામ અશ શાફી દ્વારા સવાલ કરું છું, ("લા શિફાઉન" કોઈ શિફા નથી) આ બીમારી જે આવી છે ("ઇલ્લા શિફાઉક" તારી શિફા વગર) તારી આફીયત વગર, ("શિફાઉન્" શિફા) સામાન્ય કોઈ બીમારી માટે માંગવામાં આવતી શિફા ("લા યુગાદિરુ" ન રહે) બાકી ન રહેવી જોઈએ અને છૂટવી ન જોઈએ ("સકમન્" બીમારી) બીજી બીમારી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • "અશ્ શાફી" (તંદુરસ્તી આપનાર) તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલા છે, ડોકટર અને દવા બન્ને તો સ્ત્રોત છે, અલ્લાહની ઈચ્છા વગર તેમનામાં ફાયદો પહોંચાડવા અથવા નુકસાન દૂર કરવાની શક્તિ નથી.
  • બીમારની ખબરગીરી કરવી તે મુસલમાનોના એકબીજા પર જરૂરી અધિકારો માંથી છે અને ઘરવાળાઓ તો વધુ હક ધરાવે છે.
  • જ્યારે બીમારની ખબરગીરી કરવા જાઓ, તો પવિત્ર સુન્નત દ્વારા સાબિત દુઆ પઢવા પર પ્રોત્સાહન આપ્યું છે.
  • કુરઆન અને સુન્નતથી સાબિત દુઆ શરઇ રુકિય્યહ કરવા પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જ્યારે બીમાર રહેતા તો આ દમ કરતા હતા, એવી જ રીતે ઘરવાળાઓ માંથી કોઈ બીમાર હોતું, તો આપ દમ કરતા હતા અને એ સિવાય કોઈ પણ બીમાર વ્યક્તિ પર દમ કરતા હતા.
  • ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બીમારની તંદુરસ્તી માટે દુઆ કરવી, જો કે હદીષમાં વર્ણન થયા મુજબ, તો બીમારી ગુનાહોના કફ્ફારોનો એક મોટો સ્ત્રોત છે, તો આ કેમ, તેનો જવાબ એ છે કે દુઆ કરવી એક ઈબાદત છે, તે સવાબ અથવા કફ્ફારા વિરુદ્ધ નથી; કારણકે તેને બીમારી પહોંચતા જ તેના સબર કરવા પર મળે છે, દુઆ કરનાર બે નેકીઓ વચ્ચે હોય છે: તે તેને ફાયદો પહોંચાડશે અથવા તો તેના તરફ કોઈ ફાયદો ખેંચી લાવશે અથવા તો તેને કોઈ નુકસાનથી બચવાશે, આ દરેક અલ્લાહની કૃપા છે.
explain-icon

વધુ