અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં ﷺએ જણાવ્યું કે એક મુસલમાન જ્યારે બીજા બીમાર મુસલમાન ભાઈની ખબરગીરી કરવા માટે જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય અને તે બીમાર પાસે આ દુઆ પઢે: (અસ્ અલુલ્લાહલ્ અઝીમ) તેની જાત, ગુણો અને કાર્યોમાં, (રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક) આ દુઆને સાત વખત પઢે તો અલ્લાહ તેને શીફા આપશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ દુઆ વડે બીમાર વ્યક્તિ માટે દુઆ કરવી મુસ્તહબ છે, અને તેને સાત વખત પઢવામાં આવે.
  • જેના માટે આ દુઆ કરવામાં આવી રહી છે, અલ્લાહની મરજીથી તેને શીફા પ્રાપ્ત થશે, પરંતુ શરત એ છે કે આ દુઆ સાચા દિલથી પઢવામાં આવે.
  • આ દુઆને મોટા અવાજે અથવા ધીમા અવાજે પઢવી, બંને રીતે જાઈઝ છે, પરંતુ જો બીમાર આ દુઆ સાંભળે, તો તે શ્રેષ્ઠ છે, કારણકે તેને તેનાથી ખુશી થશે.
explain-icon

વધુ