આ મહત્વપૂર્ણ હદીષમાં ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ નબી ﷺ ના તરીકા મુજબ વુઝૂ કરવાનો તરીકો શીખવાડયો, જેથી દરેક લોકો સામે સ્પષ્ટ થઈ જાય, એક વાસણમાં પાણી મંગાવ્યું, તેમાં ત્રણ વખત હાથ ધોયા, ત્યારબાદ જમણો હાથ વાસણમાં નાખ્યો, તેનાથી પાણી લીધું, તેને મોઢામાં કોગળા કર્યા અને પછી બચેલા પાણીથી નાકની અંદર પાણી ચઢાવ્યું, પછી નાક સાફ કર્યું, ત્યારબાદ ત્રણ વખત મોઢું ધોયું, પછી ત્રણ વખત કોળી સુધી હાથ ધોયા, એક વાર પાણી લઈ એક વાર માથાના ભાગનો મસહ કર્યો, ત્યારબાદ ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોયા. જ્યારે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ વુઝૂ કરી લીધું તો તેઓએ કહ્યું કે મેં જેવી રીતે વુઝૂ કર્યું છે એવી જ રીતે નબી ﷺ ને પણ વુઝૂ કરતા હતા, અને નબી ﷺ એ ખુશખબર આપી છે, તે વ્યક્તિ માટે જે આ પ્રમાણે વુઝૂ કરી લે અને પછી બે રકઅત નમાઝ સંપૂર્ણ ધ્યાનપૂર્વક અલ્લાહનો ડર રાખતા પઢે તો તેના આ બંને અમલના કારણે એક તો સંપૂર્ણ વુઝૂ અને ફક્ત અલ્લાહ માટે બે રકઅત નમાઝ, અલ્લાહ તેના પાછળના ગુનાહ માફ કરી દે છે.