અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીનાના સફર પર હતા, તેમની સાથે સહાબાઓ પણ હતા, તેમને રસ્તામાં પાણી મળી આવ્યું, તો કેટલાક સહાબાઓ અસરની નમાઝ પઢવા માટે ઉતાવળ કરી અને એવી રીતે વઝૂ કર્યું કે લોકોએ ચોખ્ખું જોયું કે તેમની એડીઓ સૂકી છે; કારણકે ત્યાં સુધી પાણી પહોંચ્યું ન હતું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: એવા લોકો માટે આગ (જહન્નમ)નો અઝાબ અને નષ્ટતા છે, જેઓ વઝૂ કરતી વખતે એડીઓને ધોવામાં આળસ કરે છે, અને તેની સાથે જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમણે સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવાનો આદેશ આપ્યો.