આ હદીષમાં અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ જેવી રીતે નબી ﷺ વુઝૂ કરતાં હતા તે પ્રમાણે જ કરીને બતાવ્યું. તો તેમણે એક પાણી ભરેલું નાનું વાસણ મગાવ્યું, સૌ પ્રથમ પોતાના હાથ હથેળી સુધી ધોતા શરૂ કર્યું, વાસણ નમાવી પાણી નાખ્યું અને ત્રણ વખત હાથ વાસણની બહાર ધોયા, ફરી પોતાનો હાથ વાસણમાં નાખી પાણી લીધું, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, પછી વાસણ નમાવ્યું અને ત્રણ વખત મોઢું ધોયું ફરી વાસણ નમાવ્યું અને પાણી લઈ બે વખત કોળી સુધી હાથ ધોયા, ફરી વાસણમાં હાથ નાખી પાણી લઈ માથાનો મસો એવી રીતે કર્યો કે માથાના આગળના ભાગથી શરૂ કર્યું અને પાછળ બોચી સુધી લઈ ગયા અને પછી જ્યાંથી શરૂ કર્યું હતું તે જ જગ્યાએ પાછા આવ્યા, પછી ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોયા.