explain-icon

સમજુતી

નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને એક જ વખત ધોતા હતા, આપ ચહેરો ધોવો, કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવા, વઝૂ માટે જે અંગો ધોવા જરૂરી છે, તેને એક વખત જ ધોતા હતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • વઝૂ કરતી વખતે વઝૂના દરેક અંગોને એક વાર તો ધોવા જરૂરી છે, વધારે વખત (ત્રણ વખત) ધોવું મુસ્તહબ (યોગ્ય) છે.
  • ક્યારેક વઝૂમાં અંગોને એક એક વખત પણ ધોઈ શકાય છે તેની શરીઅતે છૂટ આપી છે.
  • શરીઅતે માથા પરના મસહને એક જ વખત કરવાની છૂટ આપી છે.