એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, ફરી તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ તેની આ વાત નકારી કાઢી, અને જણાવ્યું કે "વાવ" શબ્દ વડે પણ સર્જનની ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી એ શિર્કે અસગર (નાનું શિર્ક) છે, અને મુસલમાન માટે જાઈઝ (યોગ્ય) નથી કે તે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે, ફરી નબી ﷺ એ સાચું વાક્ય જણાવ્યું: "મા શાઅ અલ્લાહુ વહદહ" (જે ફક્ત એક અલ્લાહ ઈચ્છે), અને અલ્લાહને તેની ઈચ્છા અને ઈરાદામાં એકલો માનવામાં આવે, અને કોઇની પણ ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી કોઈ પણ રીતે યોગ્ય નથી.