આ હદીષમાં નબી ﷺ એ ચાર પ્રકારના કામોથી રોક્યા છે: પહલું: સ્ત્રીને બે દિવસ કે તેથી વધારે પોતાના પતિ કે કોઈ મહરમ વગર સફર કરવાથી રોકવામાં આવી છે, અને મહરમ તે સગા સંબંધીઓ માંથી તે છે જેની જોડે તેના માટે હંમેશા શાદી કરવી હરામ હોય, જેમકે પિતા, પુત્ર, ભત્રીજો, ભાળીયો, કાકા, માંમાં, વગેરે. બીજું: અને બે દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, એક ઇદુલ્ ફિત્રનો દિવસ અને બીજો ઇદુલ્ અઝ્હાનો દિવસ, તે કોઈ પણ પ્રકારનો રોઝો કેમ ન હોય, જેમકે નઝરનો રોઝો, નફલી રોઝો, અથવા કફ્ફારાનો રોઝો. ત્રીજું: ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા છે. ચોથું: કોઈ પણ જગ્યાનો તેની મહાનતા સમજી અથવા આ ત્રણ મસ્જિદો સિવાય કોઈ પણ જગ્યાનો એવી માન્યતા રાખી સફર કરવો કે ત્યાં જવાથી નેકીઓમાં વધારો થશે, તો આમ કરવાથી રોકવામાં આવ્યા છે, તેથી આ ત્રણ મસ્જિદો, એક મસ્જિદે હરામ, બીજી મસ્જિદે નબવી, ત્રીજી મસ્જિદે અકસા સિવાય બીજી કોઈ જગ્યાએ નમાઝ પઢવાની નિયતથી સફર કરવામાં ન આવે; કારણકે આ ત્રણ મસ્જિદો સિવાય અન્ય મસ્જિદોમાં નમાઝ પઢવાથી સવાબમાં વધારો થતો નથી.