તાબઇ માલિક બિન ઓસ પાસે સોનાના દિરહમ હતા અને તેઓ તેને ચાંદીના સિક્કા વડે બદલવા માગતા હતા, તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમારા સોનાના દિરહમ અમને જોવા માટે આપો, જ્યારે તેઓએ દિરહમ જોયા પછી તેમને ખાતરી થઈ ગઇ, તો તેમણે કહ્યું કે થોડી વારમાં મારો સેવક આવે છે તો હું તમને આ સોનાના બદલામાં ચાંદી બદલી આપું છું, આ મજલિસમાં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હાજર હતા, તેમણે આ પ્રમાણેનો સોદો કરવાથી રોક્યા, તેમણે તલ્હા માટે કસમ ખાધી અને કહ્યું: હમણાં જ ચાંદી પાછું લઈ લો અથવા તેને તેનું સોનુ પાછું આપી દો, અને તેનું કારણ વર્ણન કયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાંદીનો વેપાર સોના વડે અથવા સોનાના વેપાર ચાંદી વડે બન્ને સરખું તરત જ બરાબર બરાબર બદલી લેવામાં આવે, એ વગર કોઈ પણ પ્રકારનો સોદો થશે તો વ્યાજ ગણવામાં આવશે જો કે તે હરામ છે, અને વેપાર પણ બાતેલ ગણાશે, એટલા માટે તમે ચાંદીના બદલામાં સોનુ અથવા સોનાના બદલામાં ચાંદીનો વેપાર ન કરો, જો કે હાથો હાથ એક જ મજલીસમાં તરત જ બરાબર બરાબર વેપાર કરવામાં વાંધો નથી, એવી જ રીતે ઘઉંના બદલે ઘઉં, જુવારીના બદલે જુવાર અને ખજૂરના બદલામાં ખજૂરનો વેપાર જાઈઝ નથી પરંતુ જો બરાબર બરાબર બદલવું પડે, વજનમાં બન્ને સરખું હોવું જોઈએ, અને સોદો તરત જ હોવો જોઈએ, બન્નેમાં વિલંબ કરવો જાઈઝ નથી, અને કબજો લેતા પહેલા બન્નેએ અલગ ન થવું જોઈએ.