નબી ﷺ નમાઝમાં છેલ્લા તશહ્હુદની બેઠકમાં તશહ્હુદ પઢયા પછી સલામ પહેલા અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગતા હતા, અને આપણને પણ તે ચાર વસ્તુઓથી પનાહ માંગવાનો આદેશ આપ્યો છે, પહેલી વસ્તુ: કબરના અઝાબથી. બીજી વસ્તુ: જહન્નમના અઝાબથી જે કયામતના દિવસે આપવામાં આવશે. ત્રીજી વસ્તુ: જીવનના ફિતનાથી, જે હરામ મનેચ્છાઓ અને ગંભીર શંકાઓમાં પડવાથી, અને મૃત્યુના ફિતનાથી અર્થાત્ મૃત્યુના સમયે, ઇસ્લામ અથવા સુન્નતથી ફરી જવું અથવા કબરનો ફિતનો જેમકે બંને ફરિશ્તાનો સવાલ કરવો. ચોથી વસ્તુ: દજજાલના ફિતનાથી, જે અંતિમ સમયમાં નીકળશે, જેના દ્વારા અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરશે, ખાસ કરીને અહીંયા તેનો ઉલ્લેખ તેની ભવ્ય પથભ્રષ્ટતા અને ફિતનાના કારણે કરવામાં આવ્યો છે.