આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે જ્યારે સૂરે નસ્રની પહેલી આયત ઉતરી, તો નબી ﷺ કુરઆનની આ આયત પર અમલ કરતા અને અલ્લાહના આદેશનું અનુસરણ કરતા આ શબ્દો કહેતા હતા: (તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો), નમાઝમાં સિજદા અને રુકૂઅની સ્થિતિમાં વધુમાં વધુ આ દુઆ પઢતા હતા «સુબ્હાનક» તે દરેક પ્રકારની ખામીથી પાક છે, જેની શકયતા હોય છે, «અલ્લાહુમ્મ રબ્બના વ બિહમદીક» તારી ઝાત, ગુણો અને કાર્યોમાં સપૂર્ણતાની પ્રશંસા સાથે, «અલ્લાહુમ્મગ્ ફિર્ લી» મારા ગુનાહોને મિટાવી દે, અને તેને મારાથી દૂર કરી દે.