અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?» ત્રણ વાર તે વ્યક્તિએ કહ્યું: હાં, નબી ﷺ એ કહ્યું: «તો આ તેના માટે પૂરતું થઈ જશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ ઈમામ અબૂ યઅલા રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહ અને ઈમામ ઝિયા અલ્ મકદસી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

એક વ્યક્તિ નબી ﷺ પાસે આવી કહેવા લાગ્યો: હે અલ્લાહના રસૂલ ! મેં દરેક પ્રકારના ગુનાહ કર્યા છે, મેં કોઈ નાનો અને મોટો ગુનોહ બાકી નથી રાખ્યો, શું મને માફ કરવામાં આવશે? તો નબી ﷺ એ તે વ્યક્તિને કહ્યું: શું તું ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? અને મુહમ્મદ ﷺ તેના રસૂલ છે? અ વાત નબી ﷺ એ ત્રણ વખત કહી, તે વ્યક્તિએ જવાબ આપ્યો: હાં હું ગવાહી આપું છું, તો નબી ﷺ એ ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરી કે તે ગુનાહોને માફ કરી દે છે, અને તૌબા પાછલા દરેક ગુનાહોને ખત્મ કરી દે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષ દ્વારા બંને ગવાહીઓની મહત્ત્વતા જાણવા મળે છે, અને તે પણ જાણવા મળ્યું કે જે વ્યક્તિ પણ સાચા દિલથી બંને ગવાહીઓ આપશે તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે.
  • ઇસ્લામ અપનાવ્યા પછી તેના પહેલા કરેલા ગુનાહ માફ કરી દેવામાં આવે છે.
  • સાચી તૌબા પાછલા દરેક ગુનાહને ખત્મ કરી દે છે.
  • નબી ﷺ નું કોઈ વાત વારંવાર કહેવું તે શિખવાડવાનો એક તરીકો છે.
  • આ હદીષમાં ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે કે તે બન્ને જહન્નમ માંથી કાયમી છૂટકરાનું કારણ છે.
explain-icon

વધુ