નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પુત્રી ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) ઘંટી પીસવાના કારણે હાથમાં પડેલા છાલાંની ફરિયાદ લઈને આવ્યા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે કેદીઓ લાવવામાં આવ્યા, તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે એક સેવકને લેવા માટે આવ્યા, જેથી તે ઘંટી પીસે અને તે તેની જગ્યાએ ઘરનું કામ કરે, પરંતુ તેમની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે ન થઈ શકી, અને તેમણે આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય)ને જોયા, તો તેના વિષે તેમને જણાવી દીધું, બસ જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) આવ્યા તો આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જણાવ્યું કે ફાતિમા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એક સેવકની માંગ લઈને આવ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ફાતિમા અને અલી રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) પાસે તેમના ઘરમાં આવ્યા, અને તે બંને તે સમયે સુવા માટે પોતાની પથારી પર જતાં રહ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તે બંનેની વચ્ચે બેસી ગયા અહી સુધી કે અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના પગની ઠંડકનો આભાસ પોતાના પેટ પર કર્યો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: શું હું તમને તમે જે સેવક માંગી રહ્યા છો, તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન શીખવાડું? તે બંનેએ કહ્યું; કેમ નહીં, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: જ્યારે તમે રાત્રે પોતાની પથારી પર જાઓ તો ચોત્રીસ વખત તકબીર કહો: અર્થાત્ અલ્લાહુ અકબર, અને તેત્રીસ વખત તસ્બીહ પઢો: અર્થાત્ "સુબ્હાનલ્લાહ", અને તેત્રીસ વખત અલ્લાહના વખાણ કરી કહો: "અલ્ હમ્દુ લિલ્લાહ"; કારણકે આ ઝિક્ર તમારા બંને માટે એક સેવક કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.